શૈક્ષણિક - વિદ્યાર્થીઓની સમસ્યાઓનો પહેલો ઉપાય...
100 પ્રશ્નોમાંથી પ્રથમ પ્રશ્નનો જવાબ -
1. મારે કઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ ?
જવાબ - આ પ્રશ્નનો સંપૂર્ણ સાચો જવાબ તૈયારી કરનાર વિદ્યાર્થી પોતે જ નક્કી કરી શકે. કેમ કે દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા, પોતાનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, પોતાના રસના ક્ષેત્રો, પોતે કેટલો સમય ફાળવી શકે છે તેને આધારે પોતે કઈ પરીક્ષાની તૈયારી માટે જંપલાવવું તે જાતે જ નક્કી કરે તે જ વધુ યોગ્ય અને ઇચ્છનીય છે.
દરેક વિદ્યાર્થીએ પોતાની વર્તમાન પરિસ્થિતિ, નોકરીની ઝડપી અનિવાર્યતા, પોતાની ક્ષમતા વગેરેને આધારે પોતે કઈ નોકરી મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરવી - એ નિશ્ચિત કરવું જોઈએ. આમ છતાં આપ સૌને ઉપયોગી થઈ શકે આ એક સર્વ સામાન્ય અભિપ્રાય રજૂ કરું છું.
જો બહુ જ ઓછા સમયમાં નોકરી મેળવવાની જરૂરિયાત હોય, ઠીક ઠીક શૈક્ષણિક કેરિયર હોય અથવા બહુ વધુ શૈક્ષણિક સંઘર્ષ ના ઇચ્છતા હોય તો કલાસ - 3 વધુ યોગ્ય જણાય છે.
જો સતત અને સખત પરિશ્રમ દ્વારા કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટેની ઇચ્છાશક્તિ હોય, સારું શૈક્ષણિક કેરિયર હોય, ધ્યેયને વળગી રહેવા માંગતા હોય તો class - 1 અને 2 યોગ્ય જણાય છે.
આ એક સર્વ સામાન્ય પરિસ્થતિ અનુસાર નો અભિપ્રાય છે, વિદ્યાર્થી પોતાના વિશે ગહન ચિંતન કરીને આનાથી વધુ સારા નિર્ણય પર પહોંચી શકે છે.
જો કલાસ - 3 ની તૈયારી કરવા ઇચ્છતા હોય તો પણ સમાન અભ્યાસક્રમ ધરાવતી કેટલીક પરીક્ષાઓ પસંદ કરીને તેની તૈયારી આરંભી દેવી જોઈએ. તેમાં પોતાના રસ-રુચીનો પણ વિચાર કરવો. આમ છતાં અંતિમ નિર્ણય પહેલાં એક વખત અભ્યાસક્રમ તથા પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ ઓનલાઈન સર્ચ દ્વારા કરી લેવો.
જો કલાસ - 1 અને 2 ની તૈયારી કરવા ઇચ્છતા હોય તો પણ અભ્યાસક્રમ, પોતાની રસ - રુચિ વગેરેને આધારે પરીક્ષાઓની પસંદગી કરવી જોઈએ. જો વર્ગ - 1 અને 2 ની તૈયારી કરવાના અંતિમ નિર્ણય પહેલાં તેનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાના તબક્કાઓ વગેરે વિશે GPSC ની વેબસાઈટ (gpsc.gujarat.gov.in)પરથી અભ્યાસ કરી લેવો.
વિદ્યાર્થીઓને/સ્પર્ધાત્મક તૈયારી કરતા વ્યક્તિઓ ને વધુ મદદરૂપ થઈ શકે એ માટે આ વિશેનો આપનો અંગત અભિપ્રાય કોમેન્ટમાં જણાવશો...
0 ટિપ્પણીઓ