"અમુલ્ય સોનેરી જીવન"
ચાલો બાળકોને વધુ સારુ જીવન જીવતાં શીખવાડીએ
આજે હું આપ સહુંને એવી કેટલીક બાબતો અથવા વાતો જણાવીશ કે જેની આદત આપ આપ ઘરના નાના બાળકોમાં જો નાનપણથી વિક્સિત કરશો તો ભવિષ્ય માં તે બાળક પોતાનું જીવન સાચા અર્થમાં "અમુલ્ય સોનેરી જીવન" જીવતુ થયી જશે
તો આવો જાણીએ એ અમુલ્ય વાતો જે બાળકોમાં એક આદત તરીકે વિક્સિત કરવાની જરૂર છે "અમુલ્ય સોનેરી જીવન" જીવવાં માટે .....
- દિવસમાં ઓછામાં ઓછું એક વખત આખા કુટુંબ સાથે બેસીને જમવાનું રાખો .
- જમતી વખતે તે અન્ન ખેડૂતોની કેવી મેહનતને અંતે ઉત્પન્ન થાય છે તે બાબતે ખેડૂતોની મહેનત વિશે તેમને માહિતી આપો.
- તેમજ તેમને ખોરાકનો બગાડ ન કરવાનું શીખવો.
- તેઓ પોતાનું કામ જાતે કરે એવી ટેવ પાડો
- ઘરના સામાન્ય કામકાજમાં બાળકોની મદદ લો.
- બાળકોને દરરોજ હિન્દી, અંગ્રેજી અને માતૃભાષામાંથી ૫ નવા શબ્દો શીખવો. તથા તે શબ્દો ને પોતાના રોજિંદા જીવનમાં વાતચીત દરમિયાન તેઓ ઉપયોગ કરે તેનું ધ્યાન તથા આગ્રહ રાખો
- બાળકોને આસપાસ પડોશીઓના ઘરે જાય તેઓના બાળકો સાથે રમતો રમે.તેઓ સાથે સારા સંબંધો રાખવા તેમને પ્રોત્સાહિત કરો.
- બાળકોને તેમના દાદા દાદી તેમજ ઘરનાં વડીલો સાથે સમય પસાર કરવા દો.
- બાળકોને પોતાના કામના સ્થળે લઈ જાઓ અને રૂપિયા કમાવાં કેટલા કઠિન છે તે તેમને બતાવો તથા તમે તેના માટે કેટલી મહેનત કરો છો તે સમજાવો
- દરેક સ્થાનિક તહેવારો ખુબજ ઉત્સાહ સાથે તેમની સાથે ઉજવો અને તે દરેકનું તેમને મહત્વ સમજાવો.
- વૃક્ષો નું મહત્વ સમજાવો તથા પર્યાવરણ નું જતન કરતાં શીખવો સાથે વૃક્ષો વાવો.
- તેમના બાળપણ અને પરિવારની વાર્તાઓ ઇતિહાસની સંક્ષિપ્ત ઝાંખી આપો.
- બાળકોને અનાથાલયો અને હોસ્પિટલો જેવા સ્થળોની મુલાકાત લેવા લઈ જાઓ.જેનાથી તેમનામાં કરુણા,માનવતાં જેવા ગુણો નો વિકાસ થશે
- મોબાઈલ અને ટેકનોલોજીનું તેમને જ્ઞાન આપો તેમજ તેના સારા અને ખરાબ પાસાઓ વિશે તેઓને સમજાવો.
- તેમને દેશી રમતો થી અવગત કરાવો તથા રમતા શીખવાડો તેઓની સાથે સમય કાઢી તે રમતો રમો
- તમારા બાળકોમાં નાનપણથી જ પૈસાની બચત કરવાની આદત કેળવો.
- સારા સારા પુસ્તકોનું વાંચન કરવાની તેમનામાં આદત પાડો.
જો આ બધી બાબતો / ટેવોનું નાનપણથી જ તેમનામાં સિંચન કરવામાં આવે તો જીવનમાં કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ ને સમજવા તથા તેનો સામનો કરી બહાર નીકળવાની આવડત તેમનામાં વિકાસ પામશે જે આગળ જતાં તેમને સારુ જીવન જીવવાનો માર્ગ મોકળો કરશે ....
0 ટિપ્પણીઓ