શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે. હંમેશા કામ માટે ઘરથી દૂર રહેવાવાળા, ઘરમાં જ રહેવા મજબૂર હશે. સરસ મજાનું ઉનાળાનું વૅકેશન,સ્કૂલ-કોલેજો બંધ હશે, તેમ છતાં બહાર ફરવા જવા પર લોકોને પાબંદી હશે. શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે. હંમેશા વૅકેશન ની રાહ જોનારા ને ,પણ દરરોજ રવિવાર હશે. ઘરમાં બેસીને જ કામ કરવાનું,ઓફિસે જવાની મનાઈ હશે. ઘરે બેસી કામ કરતા, ખાતા માં પગાર હશે. શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે. હવા બનશે શુદ્ધ અને ચોખ્ખી, છતાં મોઢે માસ્ક હશે. સુંદર મજાના હાસ્યવાળા, ચહેરા પર પણ નકાબ હશે. દૂર રહેલા પર્વતો રળિયામણા, એકદમ નીકટ હોવાનો અહેસાસ થશે. પંખીઓ આકાશમાં ઉડતા, ને માણસ પિંજરામાં હશે. શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે. મંદિર,મસ્જિદ, ચર્ચ,ગુરુદ્વારા, બંધ કરીને ભગવાન હોસ્પિટલ અને રસ્તાઓ પર હશે. વિશ્વની અન્ય તમામ આર્થિક ગતિવિધિઓ બંધ, ને વિશ્વ આખું lockdown હશે. એકવીસમી સદી ના બીજા દશક નો અંત, અને વર્ષ 2020 હશે શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
0 ટિપ્પણીઓ