મારા વિશે...

હું ઉમાકાંત મેવાડા (@iamerudsuthar) એક સિવિલ એન્જીનિયર છું.મને કૉલેજ કાળથી જ કાંઈક ને કાંઈક અવનવા અને રસપ્રદ વિષયો ના વાંચન માં રસ રહ્યો છે અને આ આદતને કારણે મારું વાંચન સમયે સમયે વધતું રહયું જેના પરીણામ સ્વરૂપ મારાં શબ્દ ભંડોળ માં ઉત્તરોતર વધારો થયો ને મારા પોતાનામાં છુપાયેલો એક લેખક નો જન્મ થયો.મારા જીવન માં કે આસપાસ ઘટિત થતી ઘટનાઓ અંગે મેં મારા વિચારો મિત્રો તથા સ્વજનો સમક્ષ રજુ કરવા સર્વપ્રથમ #સોશિયલ સાઈટ નો ઉપયોગ કર્યો. ત્યાર બાદ થોડાક આગળ વધી વિવિધ વિષયો પર મારા અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરી #આર્ટીકલ લખવાની શરુઆત કરી તેમજ સમયે સમયે મને મળેલા અનુભવો તેમજ વાસ્તવિકતાથી પરિચિત થતી બાબતો થકી મારા વિચારોને કાગળ પર ઉતારવાની તેમજ લોકો સમક્ષ મુકવાની એક કોશિશ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. હવે તે પ્રયત્ન માં આ #બ્લોગ  (https://iamerudsuthar.blogspot.com) રુપે એક પાનાં નો ઉમેરો કર્યો. આ બ્લોગ થકી વિવિધ વિષયો પર મારા વિચારો હું લોકો સમક્ષ અભિવ્યક્ત કરી શકું છું. મારા જ્ઞાન થકી કોઇને માહીતી આપી શકું છું ને એટલે જ મને આ #બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો. હું હંમેશા મને મળેલા અનુભવો,જ્ઞાન તેમજ મારા મનમાં ઉદ્ભવેલા વિચારો થકી સતત આપ સમક્ષ લખતો રહીશ.આશા કરું છું કે એક નવોદિત લેખક તરીકે આપ તમામ મિત્રો,સ્વજનો તથા વાચકોનો સાથ સહકાર મળતો રહે...જય હિંદ.....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ