વિશ્વ પુસ્તક દિવસ

 વિશ્વ પુસ્તક દિવસ



૨૩મી એપ્રિલ સમગ્ર વિશ્વ ' વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે' તરીકે ઉજવાય છે. આ દિવસ વિશ્વ પર્સિદ્ધ સાહિત્યકારો મિગ્યુંએલ લર્વાન્ટીસ, વિલિયમ શેક્સપિયર અને ઇન્ફા 1 ગાર્સિલસો-દ-વેગાની જન્મતિથી આવે છે આ ઉપરાંત જગપ્રસિદ્ધ સાહીત્યકારોની પૂણ્યતિથી આવતી હોવાથી યુનેસ્કોએ ૧૫મી નવેમ્બર ૧૯૯૫ના રોજ પેરિસમાં યોજાયેલ કોન્ફરન્સમાં ૨૩ એપ્રિલ `વિશ્વ પુસ્તક દિન` તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને વિશિષ્ટ વાંચન માટે જાગૃતિ તથા પ્રેરણા મળે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. પુસ્તકોની મૈત્રીમાં પણ સારા નરસાનો ભેદ છે. પુસ્તકો પ્રતિકૂળ સંજોગોમાં આપણા આત્માને સદા જાગૃત રાખી યોગ્ય દોરવણી આપે છે. પુસ્તકો માનવીને ઉત્કૃષ્ટ જીવન જીવવાનું શીખવે છે. સારા પુસ્તકો માનવજીવનનું ઘડતર કરે છે. જ્યારે નરસાં પુસ્તકો જીવનને બરબાદ કરી નાખે છે.


મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ પુસ્તકનું મૂલ્ય રત્નથીય વિશેષ છે. રત્ન બહારથી ચમક આપે છે જ્યારે પુસ્તક તો અંત:કરણને અજવાળે છે.” જે વ્યક્તિના ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર નથી પણ સ્મશાન છે.


સ્વામી વિવેકાનંદ પુસ્તક વિષે કહ્યું છે કે “ પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઇશ્વરી રાજ્યમાં પહોચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ કે મહેલોમાંથી નહિ મળે શકે તે સુખ ઉત્તમ પુસ્તકોમાંથી મળશે"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ