કાંઈક ખૂટે છે...

 કાંઈક ખૂટે છે...

​આજ સવારે પહોંચ્યો હું ધાબે, પતંગ-ફિરકી લઈને સાથ,

જગ્યા તો એ જ છે, પણ મિત્રોનો એ સંગાથ ખૂટે છે.

​જોઈ સોસાયટીના કમ્પાઉન્ડમાં નાના બાળકોની એ ટોળી,

સમજાયું કે મારું એ નિર્દોષ બાળપણ જ ક્યાંક ખૂટે છે.

​લાડુ, ચીક્કી ને ઊંધિયું તો લઈ આવ્યો હું બહારથી,

પણ માના હાથની એ મમતા અને પ્રેમનો સ્વાદ ખૂટે છે.

​યાદ કરી વીતેલા સમયને, થયો અહેસાસ આજે મને,

ભલે હતા નિર્ધન, પણ એ ખુશીઓ ને પરિવારનો સાથ ખૂટે છે.

​આજે સગવડ છે બધી, ને સાધનો પણ છે ઘણા મારી પાસે,

બસ, લોકોની એ સાચી લાગણી અને જૂની રીત કાંઈક ખૂટે છે.

​આજ ફરી પહોંચ્યો ધાબે, હું પતંગ-ફિરકી લઈને સાથ,

ત્યારે સમજાયું કે જિંદગી જીવવાની અસલી એ રીત જ હવે ખૂટે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ