॥જન્માષ્ટમી ની હાર્દીક શુભેચ્છા॥
આજનો પ્રસંગોપાત સંદેશ......
કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ઍ શિશુપાળ ની ૧૦૦ ગાળો સહન કરી હતી પણ ૧૦૧ મી ગાળ પછી તેનો વધ કરી દીધો હતો...કહેવાનો મતલબ એટલો જ છે કે “જીવનમા સહનશીલ બનો,પણ કાયર તો નહિ જ “...કોઇ વ્યક્તિ પોતના અંગત સ્વાર્થ કે હેતુ માટે જો તમારુ નુક્શાન કરવાની કોશીશ કરતો હોઇ તો તેને તેની ભુલ બતાવવામાં પાછી પાની ન કરવી જોઇએ...ખેર ઍ સમય અલગ હતો ને વાત ભગવાન કૃષ્ણ ની હતી જેઓએ ૧૦૦ ભુલ માફ કરી હતી...પણ આજનો સમય ઘણો બદલાઇ ગયો છે ને આપણે કોઇ ભગવાન પણ નથી કે સામેવાળા ની ૧૦૦ ભૂલો સુધી રાહ જોવી...આજનો સમય એવો છે જેમા તમે સાચા હશો ને તો પણ તમારે પ્રમાણપત્ર આપીને તે સાબિત કરવુ પડશે.....તમને ખોટી રીતે નુક્શાન પહોંચાડનાર ની પ્રથમ ભુલ માટે સમજાવી ને માફ કરવો એ તમારો ધર્મ છે....બીજી ભુલ માટે કડકાઇ થી વિરોધ કરી જવા દેવી....પણ જો તે છતા પણ ન સમજે તો ત્રીજી ભુલ માટે તેને કૃષ્ણ થવુ પડે તો સામી પ્રતિક્રિયા આપીને પોતાના સ્વહિત માટે સામી લડત આપવામા જ સાચો ન્યાય રહેલો છે ....જય શ્રી ક્રિષ્ના
॥:-ઉમાકાંત મેવાડા ॥
0 ટિપ્પણીઓ