ગઈ કાલે ચન્દ્રયાન-૨ ના લૅન્ડર વિક્રમ સાથે ચંદ્રની સપાટીથી લગભગ 2.1 કિ.મી દૂર હતું ત્યારે અંતિમ ક્ષણોમાં સંપર્ક અચાનક તૂટી ગયો. આ સંપર્ક એક વખત તૂટી ગયો અને ઇસરો ના વૈજ્ઞાનીકો તથા દેશ અને દુનિયાના કરોડો લોકો તેનો ફરીથી સંપર્ક થવાની રાહ જોતા રહ્યાં. દેશના વૈજ્ઞાનિકો તથા તમામ ના ચહેરા ઉદાસ થઈ ગયાં....કારણ કે વર્ષોથી કરેલી મહેનત પર જ્યારે છેલ્લી ઘડીએ વિઘ્ન અને સંકટ આવે અથવા તો જે કામ કરવા માટે વર્ષો થી મહેનત કરી રહ્યા હોઇ ને તેમા સહેજ પણ નાની અમથી નિષ્ફળતા મળે તો દુખ થાય એ સ્વભાવિક છે ...પણ ઇસરો ઍ આજે સ્પેશ સાયન્શ મા દેશને અગણિત સફળતાઓ અપાવી છે અને સ્પેશ સાયન્શ મા ભારત નું નામ દુનિયામાં એક મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે...દુનિયાના કહેવાતા શક્તિશાળી દેશો જે નથી કરી શક્યા તે કામ પ્રથમ પ્રયાસે પાર પાડવામા આપણા ઇસરો એ સફળતા મેળવી છે ...અને કદાચ કોઇ ભુલ થઈ હસે તો તેને બહુ ઝડપથી સુધારી તે કામ ને સફળતા પૂર્વક ફરી પાર પાડ્યુ છે....આજે દુનિયામા ઇસરો સૌથી સફળ સ્પેશ ઍજન્શી મા સામેલ છે તેમજ સૌથી વધુ સફળ અને ખુબ જ નજીવા ખર્ચ મા પ્રોજેક્ટ પૂર્ણ કરવામા પણ નામના ધરાવે છે....અને જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આ કોઇ નાની ઉપલબ્ધિ નથી.સમગ્ર દેશને તમારા લોકોની મહેનત પર ગર્વ છે.અને મારા તરફથી પણ ઇસરો ના વૈજ્ઞાનિકો ને શુભેચ્છાઓ. તમે લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મદદ કરી છે. આગળ પણ પ્રયાસ આ રીતે ચાલુ જ રાખશો . આ દેશ ના તમામ લોકો સમગ્ર રીતે તમારી સાથે છે અને દેશના દરેક વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઈટસ દ્વારા પોતાના પ્રતિભાવો અને લાગણીઓ દર્શાવીને એ સાબિત પણ કર્યુ છે . દેશના નામી અનામી વ્યક્તિઓ ,દેશના જાગૃત નાગરીકો જે રીતે આજે ઇસરો ના તમામ વૈજ્ઞાનિકો સાથે હકારાત્મક વલણ રાખી તેમનો જુસ્સો વધાર્યો છે..તેમને. આવી પરિસ્થિતિ માં સાથ અને સહકાર ની લાગણી દર્શાવીને જે મજબૂત ટેકો પુરો પાડ્યો છે તે બદલ આપણા આજ વૈજ્ઞાનિકો ટુંક જ સમયમા ફરી કોઇ સફળતા પ્રાપ્ત કરી ફરીથી સમગ્ર દેશને ગર્વ અપાવે તો એમા નવાઇ નહી કારણકે જ્યારે દેશ દરેક પરિસ્થિતિ મા સાથે હોઇ ને ત્યારે કામ કરવાની ઘગશ બમણી થઈ જાય છે ને સફળતા ની શક્યતાઓ પણ ........અને છેલ્લે જે રીતે. આ એક પરિસ્થિતિ મા સમગ્ર દેશ હકારાત્મક વલણ રાખીને એક સાથે ઉભો રહ્યો ને આપણા આ વૈજ્ઞાનિકો ને એક મજબૂત મનોબળ પુરુ પાડ્યુ એ જ રીતે આપણા દ્વારા ચુંટેલી દેશની સરકાર ને તેના દ્બારા કરવામા આવતા કાર્યો મા,દેશમી સેના મા ,દેશના શિક્ષકો મા, તથા લોકો માટે કાર્ય કરતા તમામ વિભાગના સરકારી કર્મચારીઓ મા પણ આટલો જ વિશ્વાસ અને તેમના પ્રત્યે હાલારત્મક વલણ રાખશો તો આ દેશને સુપરપાવર બનતા રોકી શકવાની તાકત વિશ્વમાં કોઇ દેશ પાસે નથી ..ઓલ ધ બેસ્ટ. #ઇસરો.
0 ટિપ્પણીઓ