વિશ્વ માં કોઇ પ્રવૃત્તિ થાય કે પછી કોઇ કાર્ય થાય અને તે લોકો ને ગમી જાય તો વિશ્વમાં અલગ અલગ જગ્યાએ લોકો તેની નકલ કરવાનું ચાલું કરી દે છે ને તે એક ચેલેન્જ રૂપે આકાર લઇ લે છે ને લોકો પણ હોંશે હોંશે તે સ્વીકારી પોતે પણ તે જ રીતે કાર્ય કરી તેના વીડીઓ સોશિયલ મીડિયા મા મુક્તા રહે છે....આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી #નરેન્દ્રભાઈ #મોદી સ્વચ્છતા અભિયાન અંગે કેટલીયે વખત જાહેર મા બોલી ચુક્યા છે અને દેશના લોકો ને પણ સ્વચ્છતા અંગે જાગૃત થવા માટે અપીલ પણ વારંવાર પોતાના વિવિધ કાર્યક્રમો થકી કરી રહ્યા છે.અને તે પોતે પણ પોતાના જીવનમા જ્યા મોકો મળે ત્યા આ કાર્ય કરવામા હંમેશા આગળ રહે છે.અને એટલે જ ગત શનીવારે #ચેન્નઈ ના #મહાબલીપુરમ ના બીચ ઉપર #સ્વચ્છતા ના આ કાર્યક્રમ હેઠળ બીચ નું સફાઇ અભિયાન હાથ પર લઈ લીધું ....
બસ આ બધા પાછળ મારો કહેવાનો એટલો જ અર્થ છે કે શું આપણા દેશના નામી વ્યક્તિઓ કે પછી દેશના નાગરીકો જેમ #કીકી ચેલેન્જ કે પછી હાલમા ચાલી રહેલી #ટેટ્રીસ ચેલેન્જ ની જેમ #સ્વચ્છતા ચેલેન્જ લઈ ને તેનો ફેલાવો ના કરી શકે? ચેલેન્જ લઈ કોઇ પોતાના આજુબાજુના કોઇ ગંદકીવાળા વિસ્તારમા ત્યાના લોકો નો સહયોગ લઈ કે પોતે પોતાના થી જે શક્ય બને તે રીતે સ્વછતા અભિયાન ની કામગીરી કરી તેના વિડીઓ અને ફોટોગ્રાફી સોશિયલ મીડિયા મા ફેલાવી આ અભિયાન ને એક ચેલેન્જ મા તબ્દીલ ના કરી શકે?...કદાચ ઉપર ની અન્ય ચેલેન્જ થી કોઇ ફાયદો થાય કે ન થાય પણ આ ચેલેન્જ થી દેશના કેટલાય વિસ્તાર ગંદકી મુક્ત જરૂર થઈ જાય ..... #સ્વચ્છ #ભારત #ચેલેન્જ
0 ટિપ્પણીઓ