આવો ગયું, પધારો ગયું, નમસ્તે પણ ગયું.. હાય અને હેલ્લોના હાહાકારમાં, સ્નેહ ભીના શબ્દો ગયા.
મહેમાન ગયા, પરોણા ગયા, અશ્રુભીના આવકાર પણ ગયા, વેલ કમ અને બાય બાયમાં, લાગણીઓ તણાઈ ગયા.
કાકા ગયા, મામા ગયા, માસા ગયા, ફુવા પણ ગયા, એક અંકલના પેટમા, એ બધા ગરકાવ થયા.
કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી બધા વેરવિખેર થયા,* હું ને મારા માં, બધા જકડાઈ ગયા.
0 ટિપ્પણીઓ