"લય-પ્રલય" પુસ્તક પર અભિપ્રાય


 "લય-પ્રલય" પુસ્તક પર અભિપ્રાય


"લય-પ્રલય" એ હરિકિશન મહેતા દ્વારા લખાયેલી એક અદભૂત અને રોમાંચક સાહસિક નવલકથા છે.


 આ વાર્તા એક વિશાળ જહાજની વિશ્વ યાત્રા પર આધારિત છે, જેનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે.

વાર્તા શરૂઆતથી જ તમને જકડી રાખે છે. જહાજ અલગ-અલગ દેશોમાંથી પસાર થાય છે, અને વિવિધ દેશોના નાગરિકો તેમાં જોડાય છે. આમાંના કેટલાક લોકો સારા નાગરિકોના વેશમાં પોતાના ખરાબ ઈરાદાઓ સાથે દાખલ થાય છે, જે કથામાં રહસ્ય અને સસ્પેન્સ ઉમેરે છે.

"લય-પ્રલય" માં રહસ્ય, ભય અને સાહસનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. વાર્તામાં આવતા અનેક ઉતાર-ચઢાવ, અનેક વળાંકો અને ઘટનાઓ તમને આખરી વિનાશક પરિણામ સુધી પહોંચાડવા માટે સતત ઉત્સુક રાખે છે. પુસ્તકનું શીર્ષક પણ વાર્તાની ઉતાર-ચઢાવભરી સફર અને આખરી વિનાશક ઘટનાઓનો સ્પષ્ટ સંકેત આપે છે.

જો તમને સસ્પેન્સ અને થ્રિલર વાર્તાઓ પસંદ હોય તો આ પુસ્તક તમને ખૂબ જ ગમશે.

આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આ જે ફોટો અહીં મૂક્યો છે એ ત્રીજા ભાગનો છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ