શબ્દ-મહિમા

 ​॥ શબ્દ-મહિમા ॥

​શબ્દ જ તારે, શબ્દ જ મારે,

શબ્દ જ જીવન-નૌકા હંકારે;

બનીને ક્યારેક તીર એવું વાગે,

કે આખું શરીર એ વીંધી નાખે.

​શબ્દ જ પ્રાણ ને શબ્દ જ શ્વાસ,

શબ્દમાં છુપાયો ઇશ્વરનો વાસ;

ક્યાંક અહંકારની એ ઊંચી દીવાલ,

તો ક્યાંક નમ્રતાનો શીતળ ગુલાલ.

​શબ્દથી માણસ બને છે ફકીર,

શબ્દથી પલટાય ખુદની તકદીર;

શબ્દનો જાદુ જો કામ કરી જાય,

તો રંક પણ જગમાં અમીર કહેવાય.

​શબ્દ જ પહોંચાડે સફળતાને ટોચે,

મીઠા હોય તો કદી હૈયે ન ખૂંચે;

પણ જો ખરાબ શબ્દની હોય ખાઈ,

તો પતનના માર્ગે નિશ્ચિત વિદાઈ.

​સાધનાની છે આ અનોખી રીત,

શબ્દથી જ બંધાય સાચી પ્રીત;

ગમતા માણસનો જે સાથ અપાવે,

એ જ શબ્દ આ ધરાને સ્વર્ગ બનાવે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ