જીવનભર મોજ

જીવનભર મોજ

​પોતાની પછેડી બહુ લાંબી ન કરો,

ને ન સપનાંઓને કદી દફન કરો;

કુદરતની ભેટ આ ચાર દી’ની જિંદગી છે,

બસ, હળીમળીને સુકૂનથી પસાર કરો...

​કારણ વિના ન કોઈને પરેશાન કરો,

ન કોઈને વગર વાંકે હેરાન કરો;

જો હોય કારણ છતાંય કુદરતને સાક્ષી માની,

મોટું મન રાખી વ્હાલથી માફ કરો...

​કોઈ બોલે ખોટું તો પળભર સંભાળી લો,

તર્કના ત્રાજવે એને પૂરેપૂરું તોળી લો;

લાગે જો વાતમાં કંઈ વજૂદ જ નથી,

તો મીઠું સ્મિત આપીને વહેતી કરો...

​ન વારે-ઘડીએ કોઈથી નારાજ થાઓ,

ન કોઈને જૂઠો કદી વાયદો આપો;

આ ભાગદોડમાંથી થોડોક સમય ચોરીને,

ક્યારેક ખુદ સાથે પણ બે ઘડી વાતો કરો...


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ