તું બધું કર... પણ કોઈને "નડ" નહીં

 તું બધું કર... પણ કોઈને "નડ" નહીં

​દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,

જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !

​જીવનભર આવતી તકલીફો સામે,

કારણ વગર તું ક્યારેય "રડ" નહીં;

અને નાની નાની વાતોમાં હંમેશાં,

લોકો સાથે વાતે વાતે "વડ" નહીં !

​એ દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,

ને જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !

​સત્યના માર્ગે તું હિંમતથી ચાલજે,

ખોટા અહંકારની જિદ્દ પર "અડ" નહીં;

પારકાં સુખ જોઈને ઈર્ષ્યા ના રાખજે,

કોઈની પ્રગતિ જોઈ મનમાં "બળ" નહીં !

​સમયની કિંમત તું સમજજે હંમેશાં,

આળસના પલંગે વ્યર્થ તું "સડ" નહીં;

પરિશ્રમ કરી તું સફળતા મેળવજે,

સપનાં પૂરાં કરવા મુશ્કેલી સામે "લડ" તું;

પણ વ્યર્થ વિવાદોમાં ક્યારેય "ઝઘડ" નહીં !

​મળ્યો છે માનવ અવતાર તો દીપી ઊઠજે,

સદ્કર્મોની ડાળી પર સાચું ફૂલ થઈ "ફળ" તું;

નૂતન વર્ષે મનના વેરભાવ ભૂલી, સ્નેહના રંગે સહુને "મળ" તું;

બેસતા વર્ષે નવા સંકલ્પો લઈ, સાચા રાહ પર ડગલું ભરી "ચડ" તું !

​એ દોસ્ત, તું બધું કર, પણ કોઈને "નડ" નહીં,

ને જે વાત ના સમજાય, એમાં "પડ" નહીં !

​– ઉમાકાંત 'ઉન્મેષ'

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ