#Lockdown |
ને આ મહામારી સામે લડવાનું સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ પુરું પાડશે...તેમજ ભવિષ્ય માં આવનારી મુશ્કેલી ઓ માટે પણ એક અનુભવ મુકી ને જશે...
બીજુ આવી કપરી પરિસ્થિતિ માં જો દેશની સરકાર ને દરેક સમયે,દરેક ક્ષેત્રે કોઇ પણ પ્રકારના પક્ષપાત વિના ફકત અને ફકત પોતાની અને પોતાના દેશ ની ચિંતા કરી ને એના દરેકે દરેક નિર્ણય મા સહયોગ આપશો,સરકાર ના દરેક નિયમોનું એક આદર્શ નાગરીક તરીકે પાલન કર્શો...તો સરકાર ને પણ મહત્વનુ મનોબળ પુરું પાડશો. સરકાર ને પણ દેશ હિત ના નિર્ણય લેવામા અને આ મહામારી ને રોકવામાં અને સમગ્ર દેશને આ મહામારી સામે લડવામા પોતાનુ યોગ્ય યોગદાન આપી શકશો.
જો તમને થોડી પણ દેશસેવા કરવાની ઇચ્છા થતી હોઇ તો તે માટે બોર્ડર પર જ જવાની જરૂર નથી અત્યારે આ કુદરત તમને સામેથી દેશસેવા કરવાનો મોકો આપી રહી છે. અને એ પણ કેવી ફકત ઘરે બેસી રહિને જ ...જો ઘર મા બેસી રહીને પણ દેશ સેવા કરવા મળતી હોઇ તો આટલી સરળ દેશ સેવા તો કરી જ શકીએ ને...આ સાથે જ તમે બીજા અનેક લાભ પણ થાય છે
જેવા કે તમે ઘર મા પોતાના પરિવાર ના સભ્યો જોડે રહીને એક સારો સમય પસાર કરી શકો છો .. હમણાં સુધી જે લોકો એવું કહેતા કે અહી શ્વાસ લેવાનો પણ સમય નથી ...એવા લોકો માટે તો હવે સમય જ સમય છે .
ઘરે બેસીને કામ કરવાનો પગાર મળે છે તો શું વાંધો છે? સરકાર તમને ઍ પણ મોકો આપી રહી છે. તો પછી એ લાભ નો આનંદ લો
હા,તમને જો એટલો જ શૉખ હોઇ બહાર જવાનો કે પછી ઘર મા બેસી રહેવાનો કંટાળો જ આવતો હોઇ તો પછી ખાલી એમજ શું કામ નિકળવું, તમે આટલી ગંભીર પરિસ્થિતિ માં જો આટલું સાહસ કરતા હોઇ તો પછી એ સાહસ એળે જાય એમ થોડું ચાલે...એવા લોકો ના તો નામ નુ લિસ્ટ બનાવીને સરકાર ની આપાતકાલીન સેવામાં લખાવી દેવુ જોઇએ જેથી કરીને એ લોકો ઘર ની બહાર જવાની ઇચ્છા પુરી થાય,એક સારુ મદદ નું કામ પણ થાય અને સરકાર ને પણ મદદ થાય...
આખું વરસ કામ હોઇ ત્યારે યેન કેન પ્રકારે બાના શોધીને ઘરે રહેવાની રાહ જોતો માણસ આજે ઘરે રહેવા મળે છે તો નથી રહેવું બોલો!
ઘણાં લોકો તો છે ને એવું બાનુ કાઢે કે ઘર મા રહેવાથી દેશને આટલું નુક્શાન થાય છે...અરે ભાઇ તું ઘર મા નહી રહે ને તો ઍના લીધે જે મહામારી ને લીધે થસે ને એ નુક્શાન બમણું હશે. ને અત્યારે છે ને વર્તમાન સમયમાં દરેક નાગરીક એ પોતાના પરિવાર ના લોકોને અને પોતાને
સાચવવાની જરૂર છે ,બાકી પૈસા તો બેન્ક સાચવવાની જ છે. માટે આ લૉક ડાઉન ની સ્થિતિ મા સંપુર્ણપણે ઘરે રહો, જરૂરી કામ સીવાય બહાર ના નીકળો ને દેશ ને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાઓ.સરકાર દરેક પ્રકારે આ દેશના નાગરિકો ને જરૂરી તમામ સહાય પુરી પાડી રહી છે અને શક્ય તે તમામ પ્રયત્નો કરી રહી છે ..જરૂર પડે આર્થિક સહાય પણ પૂરી પાડી રહી છે તો પછી સરકાર ના નિયમો અને નિર્ણયોનું પાલન ના કરીને આટલી મુશ્કેલી મા સરકાર ની મુશ્કેલી વધારવાનુ કામ શું કરવા કરવું માટે
*""થોડું ઘર માં પુરાઈ ને પોતાના માટે જીવી લો*
*પછી કોઈ નહિ કહે કે થોડો આરામ કરી લો"
*#stay_Home*#stay_safe #help_to_fight_aginst_corona
#be_a_Real_Hero_For_your_family_and_contry
0 ટિપ્પણીઓ