દરેકની એક કહાની હોય છે...

 ​📖 દરેકની એક કહાની હોય છે... 📖

​દરેકની પોતાની એક અલગ કહાની હોય છે,

જેની ક્યાં કોઈને ચિંતા કે જાણકારી હોય છે!

છતાંય 'એ આવો ને તેવો છે' એવી વાતો થાય છે,

કોણ જાણે હકીકતમાં કોણ કેવો ને કેમ હોય છે?

​જો મદદ ન કરી શકો, તો કાંઈ નહીં સાહેબ,

પણ બીજાની જિંદગીમાં આમ ઝાંખવાનું છોડી દો!

બીજા પર આંગળી ઉઠાવતા પહેલાં જરા અટકીને,

પોતાને એની જગ્યાએ રાખીને માપવાનું શીખી લો.

​કિનારે બેસીને નકામા અંદાજા ન લગાવો,

જે વાતની ખબર નથી, એને ખોટી રીતે ના બતાવો!

દરેકના જીવનની પોતાની એક આગવી સફર છે,

એ વાર્તાનો હીરો કે વિલન એ પોતે જ એક પાત્ર છે.

​જેવી લોકોની નજર, એવો એનો રોલ બની જાય છે,

છતાં હીરો ને વિલન વચ્ચે એ બેલેન્સ જાળવી જાય છે!

આ જ ખેંચતાણની સફરમાં ને સમયના વહેણમાં,

ક્યારેક હોઠ પર મુસ્કાન, તો ક્યારેક પાણી હોય છે આંખમાં...

​જીવનની હકીકત દરેક માટે બસ આ જ છે સાહેબ,

બીજાના જીવનના 'જજ' બનવા કરતાં,

પોતાની અંદર થોડુંક ઝાંખી લેવાની જરૂર છે!

​– ઉમાકાંત 'ઉન્મેષ'

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ